મુંબઈ : સારા અલી ખાન બોલિવૂડની પ્રતિભાશાળી સ્ટાર કિડ તરીકે ઉભરી છે. બોલિવૂડમાં એન્ટ્રી થઈ ત્યારથી જ તે ચાહકોની પસંદ રહી છે. જો કે, તેણી તેની તાજેતરની પોસ્ટ પર ટ્રોલ થઈ રહી છે અને તેનું કારણ તેનો બોલ્ડ લુક છે. હકીકતમાં, નવા વર્ષ પછી, સારા અલી ખાન તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે માલદીવ પહોંચી હતી, આ તસવીર તે દરમિયાનની છે.
સારાએ આ ટ્રીપથી તેના ભાઈ સાથે ઘણી તસવીરો શેર કરી હતી અને આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. હવે સારાએ ઇબ્રાહિમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા આ યાત્રાની બે તસવીરો શેર કરી છે. આ બંને તસવીરોમાં સારા બિકીનીમાં જોવા મળી રહી છે. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, હેપી બર્થડે ભાઈ. હું તને એટલો પ્રેમ કરું છું કે તું એ જાણતો પણ નથી અને આજે હું તને ખૂબ યાદ પણ કરું છું. હું ઈચ્છું છું કે તું મારી સાથે હોત.’
ભાઈને જન્મદિવસની શુભેચ્છા માટે પોસ્ટ કર્તાની સાથે જ સારા ટ્રોલ થઇ હતી. આવા ટૂંકા વસ્ત્રોમાં ભાઈ સાથે પોઝ આપતી તસવીરો જોઈને ટ્રોલર્સે કહ્યું, શરમ કરો, કોઈ બીજો ફોટો જ શેર કરવો જોઈએ… વગેરે પ્રતિક્રિયાઓ આવી રહી છે.