મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફ્લાઇટમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. સારાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. સારા અલી ખાનનો આ વીડિયો ખૂબ જ જૂનો છે અને તેનું વજન ખૂબ વધારે દેખાઈ રહ્યું છે.
વીડિયોના કેપ્શનમાં સારાએ લખ્યું, “અહીં રજૂ છે સારાનું સારા સારા. ચાલો હવે તેને ‘હળવા’ બનાવીએ જેવું તે પહેલાં હતું. સાથે સાથે તેને થોડુંક વધુ હળવું બનાવીએ, જેવું પહેલા હતું. વિડીયો અને ટ્રાન્સફોર્મેશનનો શ્રેય નમ્રતા પુરોહિતને.” વીડિયોમાં સારા અલી ખાનનું વજન વધારે જોવા મળી રહ્યું છે. તેણે પહોળા ફ્રેમના ચશ્મા પહેર્યા છે અને વીડિયોમાં સારા તેની નજીક બેઠેલા મુસાફરો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.