મુંબઈ : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન જે પણ કાર્યક્રમમાં પહોંચે છે તેમાં માહોલ જમાવી દે છે. તાજેતરમાં તે અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાના લગ્નનો મૂડ સેટ કરતો જોવા મળ્યો હતો. શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન અને કરણ જોહર સાથે ફિલ્મ બંટી અને બબલી ફિલ્મના ગીત ‘કજરારે’ પર ડાન્સ કર્યો હતો. ફિલ્મ બંટી અને બબલી વર્ષ 2005 માં રિલીઝ થઈ હતી અને તેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી હતા.
શાહરૂખ અને ગૌરીનો આ ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખનું એનર્જી લેવલ આ પર્ફોમન્સ દરમિયાન ખૂબ ઊંચું જોવા મળી રહ્યું છે અને કરણ જોહર સાથેની તેની કેમિસ્ટ્રી આશ્ચર્યજનક છે. શાહરૂખ ખાન આ ડાન્સ પરફોર્મન્સ દરમિયાન નકલી મૂછો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સિવાય એક અન્ય વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં શાહરૂખ અને ગૌરી ‘સડી ગલી’ સોંગ પર ડાન્સ કરી રહ્યા છે.