મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના દુનિયાભરમાં ચાહકો છે. આ ચાહકોમાં શાહરૂખ ખાનને લઈને ઘણો ક્રેઝ છે અને ઘણા ક્રેઝી પ્રસંગો પણ જોવા મળે છે. તાજેતરમાં ફરી એક વખત આવી ક્રેઝીનેસ જોવા મળી હતી જ્યારે એક ઇન્ડોનેશિયાના અભિનેતાએ શાહરૂખ ખાનને તેમનો એવોર્ડ ડેડિકેટ (સમર્પિત) કર્યો હતો.
રવિવારે આ ઘટના બની જ્યારે અભિનેતા મુહમ્મદ ખાનને સિટ્રા એવોર્ડ્સ 2019 માં લીડ એક્ટર તરીકે બેસ્ટ એક્ટિંગ માટે પિયલા સીટ્રા એવોર્ડથી નવાજવામાં આવ્યો. મુહમ્મદ ખાને તેમનો એવોર્ડ શાહરૂખ ખાનને ડેડિકેટ કર્યો એટલું જ નહીં, પરંતુ પોતાની વિનિંગ સ્પીચમાં તેણે શાહરૂખ ખાન માટે હિન્દીમાં ઘણી વાતો કરી હતી.
મુહમ્મદ ખાને કહ્યું કે, હું શાહરુખ ખાનનો ચાહક છું જયારે હું 10 વર્ષનો હતો ત્યારથી. હું તેના કારણે એક અભિનેતા બન્યો અને હું આ એવોર્ડ માત્ર તેમને ડેડિકેટ કરવા માંગુ છું. આટલું જ નહીં, મોહમ્મદ ખાને શાહરૂખ ખાનને આઈ લવ યુ કહ્યું અને તેની ફિલ્મનું ગીત ‘મેરે મહેબૂબ મેરે સનમ’ પણ ગાયું હતું. શાહરૂખ માટે મોહમ્મદ ખાનની અંદરનો આ ક્રેઝ જોઈને ચાહકોએ પણ તેમને જોરદાર રીતે ચીયર કર્યા.
"I dedicate this award to King Khan. You are the reason why I became an actor. I hope I can meet you": Muhammad Khan (an Indonesian new actor who won Piala Citra for Best Actor in a Leading Role).
Inspiring level reached International Level. @iamsrk ??pic.twitter.com/9MOoVMOPWf
— JUST A FAN. (@iamsrk_brk) December 9, 2019