મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ઘણા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે અને ચાહકો તેની આગામી ફિલ્મની ઘોષણાને લઈને ખૂબ ઉત્સાહિત છે. તાજેતરના અહેવાલો મુજબ શાહરૂખ ખાને કોરિયન ફિલ્મ ‘A Hard Day’ના રિમેક રાઇટ્સ ખરીદ્યા છે.
આઈબી ટાઇમ્સના રિપોર્ટ અનુસાર શાહરૂખે તેની ટીમના સભ્યને પ્રીપ્રોડક્શનની જવાબદારી સોંપી છે. જોકે, શાહરૂખ પોતે આ ફિલ્મમાં કોઈ ભૂમિકા ભજવશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આનું કારણ એ પણ છે કે કિંગ ખાન ઘણા સમયથી કેમેરાની પાછળ રહીને જ કામ કરી રહ્યો છે. તેણે બદલા અને બાર્ડ ઓફ બ્લડ જેવા પ્રોજેક્ટ્સ કર્યા છે, પરંતુ તે એક વાર પણ સ્ક્રીન પર જોવા મળ્યો નથી. વર્ષ 2019 માં શાહરૂખની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.