બોલિવૂડના કિંગ તરીકે જાણીતો શાહરૂખ ખાન તેના સારા કામોને લીધે ચર્ચામાં છે. શાહરૂખ ખાને એસિડ એટેક પીડિતા માટે એક ફાઉન્ડેશન ચલાવે છે જેમાં આ મહિલાઓનો ખાલી ઈલાજ નથી કરવામાં આવતો જીવવા માટે પ્રોત્સાહન અને ટ્રેનિંગ પણ આપવામાં આપવામાં આવે છે. તાજેતરમાં શાહરૂખે આ ફાઉન્ડેશનમાં આવેલી એક પીડિતાના લગ્ન કરાવ્યા હતા અને આ લગ્નમાં કિંગ ખાન બહુ જ ખુશ હતો. શાહરૂખે આ લગ્નની તસવીરો શેર કરતાં ઘણી બધી શુભેચ્છાઓ પાઠવી હતી. શાહરૂખ ખાને મીર ફાઉન્ડેશનની એક ટ્વિટને રિટ્વિટ કરતા શુભકામના આપી છે.
શાહરૂખ ખાને લખ્યું, અનુપમાને મારો પ્રેમ અને શુભકામનાઓ. તમારી જિંદગીની નવી શરૂઆત તમારા જીવનને રોશની અને ખુશીયોથી ભરે. જગદીપ તું સાચે જ એક માણસ છે… પ્રાર્થના કરીશ કે તમારા બંનું લગ્નજીવનમાં ખુશીઓનો વધારો થાય. આ પહેલા મીર ફાઉન્ડેશને ટ્વિટના માધ્યમથી આ લગ્નની જાણકારી શેર કરી હતી. મીર ફાઉન્ડેશને તેના લગ્નના ફોટા શેર કરતાં લખ્યું, મીર ફાઉન્ડેશન અનુપમાને શુભેચ્છા પાઠવા માગે છે. અનુપમાને જગદીપ સિંહ સાથે લગ્ન માટે શુભેચ્છા. શાહરૂખ ખાનની આ પોસ્ટથી ફેન્સનું રિએક્શન સામે આવ્યું છે. જેમાં કિંગ ખાનને સતત તેના ફાઉન્ડેશન માટે શુભેચ્છા મળી રહી છે.