મુંબઈ : અભિનેત્રી અને ડાન્સર શેફાલી જરીવાલાએ ટીકટોક પર જેકલીન ફર્નાન્ડિઝ અને આસીમ રિયાઝના ગીત ‘મેરે અંગને મેં’ ગીતથી એન્ટ્રી કરી છે. નોંધપાત્ર વાત એ છે કે શેફાલી અને આસીમ ‘બિગ બોસ 13’માં પ્રતિસ્પર્ધી હતા. આ ગીતના વીડિયોમાં આસીમ અને જેકલીન છે. તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી તસવીરો, વીડિયો અને આરોગ્યની ટીપ્સ પોસ્ટ કર્યા પછી, શેફાલીએ હવે તેનું ધ્યાન ટિકટોક તરફ વાળ્યું છે.
વીડિયો 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે
આ ડેબ્યૂ વિડીયો ખૂબ જ ખાસ છે. અભિનેત્રીએ આ વીડિયો વિનય સપ્રુ અને રાધિક રાવને ડેડિકેટ કર્યો છે, જેમણે ‘મેરે અંગને મેં’માં ગીતનો વીડિયો ડાયરેક્ટ કર્યો હતો. તેમણે શેફાલીના ડેબ્યૂ ટ્રેક ‘કાંટા લગા’નું પણ નિર્દેશન કર્યું હતું. તે આ ગીત સાથે સ્ટાર બની હતી. શેફાલી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અહીં જુઓ વિડીયો…