મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપડાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી ફેલાતા ડ્રગ્સના મુદ્દે મીડિયા સાથે વિશેષ વાતચીત કરી છે. શર્લિન ચોપડાએ કહ્યું કે, જે એનસીબી કામ કરી રહી છે તે ખૂબ જ સારું કામ કરી રહી છે. આ સાથે જ શર્લિન ચોપડાએ એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે મોટા ક્રિકેટરો અને સુપરસ્ટારની પત્નીઓ ડ્રગ્સ લે છે.
શર્લિનએ કહ્યું, “એનસીબી જે કામ કરી રહી છે તે ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. ઘણા વર્ષોથી આપણે માની રહ્યા છીએ કે જેઓ આપણા સુપરસ્ટાર છે, તેઓ ડીવા છે, તેઓ આપણા દેવ-દેવી છે. આજે તે દેવતાઓની વાસ્તવિકતા સામે આવી છે. આ લોકો માલ લે છે. તેઓ માલ કેટલી વાર લે છે, ક્યારે – ક્યારે લેશે, હવે તેઓ એનસીબીમાં જઈને કહેશે. ”
ડ્રગ્સ પાર્ટી વિશે વાત કરતા શર્લિન ચોપડાએ કહ્યું કે, હું કે.કે.આર. મેચ જોવા માટે કોલકાતા ગઈ હતી. મેચ બાદ મેચ પછીની પાર્ટી યોજાઇ હતી. હું પણ તે પાર્ટીમાં ગઈ હતી. તે પાર્ટીમાં મેં ક્રિકેટરોને જોયા, બોલિવૂડ સેલેબ્સ બધું જ કરી રહ્યા હતા. મેં ત્યાં સૌની સાથે ડાન્સ અને મસ્તી કરી. હું ડાન્સ કરતી કરતી થાકી ગઈ હતી. તેથી હું ફ્રેશ થવા માટે વોશરૂમમાં ગઈ હતી. ત્યાં જે ચાલી રહ્યું હતું તે જોઈને હું ચોંકી ઉઠી હતી.”
તેમણે વધુમાં કહ્યું કે, “આપણા ક્રિકેટ સુપરસ્ટાર્સની પત્નીઓ સફેદ પાવડર એટલે કોકીન સ્નોટ કરી રહ્યા હતા. આ જોઈને મને લાગ્યું કે આ લોકો શું કરે છે અને કેમ કરે છે. પછી તેઓ હસી રહ્યા છે. પછી મેં તેમને સ્માઈલ આપી અને હું ત્યાંથી રવાના થઈ ગઈ. મને લાગ્યું કે હું ખોટી જગ્યાએ આવી ગઈ છું. તે પછી મેં જોયું કે તે બધા ગપસપ કરે છે, પાર્ટી કરે છે. ડ્રગ્સ પછી પાર્ટીનો સિલસિલો અટકતો નથી. એક પછી એક પાર્ટી થતી રહે છે.” જો કે, આ સમય દરમિયાન, શર્લિને કોઈ ક્રિકેટર અથવા તેની પત્નીનું નામ લીધું નથી. તેમણે કહ્યું કે જ્યારે એનસીબી તરફથી કોલ આવશે ત્યારે તેઓને કહેવામાં આવશે.