પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી શર્લિન ચોપરા ફરી લાઇમલાઇટમાં છે. શર્લિનનાં વીડિયો પણ અવાર નવાર સામે આવતા રહે છે. આ પહેલા લોકોને લોકસભા ચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરતો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેના આ સોન્ગનું ટાઇટલ વોટ ડાલ રાખવામાં આવ્યું હતું. શર્લિન ચોપરા સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે અને આ તસવીરો દ્વારા તે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પરંતુ હાલમાં એક અલગ જ અંદાજમાં આ અભિનેત્રીએ બધાને ચોંકાવ્યા છે.
શર્લિને આ વખતે હોટના બદલે નવરાત્રી લૂકમાં ડાંડિયા સાથે ફોટો પડાવ્યા છે. આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેના આ ફોટો શેર થઈ રહ્યા છે. નવરાત્રીના આ લૂકમાં તેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. તો જુઓ શર્લિનનાં કેટલાક PHOTOS