મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે ટિક ટોક પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘ધડક’માં શિલ્પાનો ડાયલોગ બોલતો નજરે પડે છે, તે પણ આઇસક્રીમની સાથે. તેઓ આઇસક્રીમ તરફ જુએ છે અને કહે છે કે “તમે વારંવાર કેમ મારી નજીક આવવાનો પ્રયત્ન કરો છો … મારાથી દૂર રહો.”
આ વિડિઓ શેર કર્યા પછી, રાજ કુન્દ્રાએ તેનું કેપ્શન લખ્યું – હું ફક્ત એટલું જ કહી શકું કે આભાર છે કે મારી પત્ની હજી ટિક્ટોક પર નથી. આ વિડીયો ફક્ત તેમના માટે છે જેમને શિલ્પા શેટ્ટી અને સ્વીટ ગમે છે. આ વીડિયોને ઘણી લાઇક્સ મળી ચુકી છે.