મુંબઈ : મંગળવારે મુંબઈમાં દોઢ દિવસના ગણપતિનું વિસર્જન ધામ-ધૂમ પૂર્વક કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટીએ ગણપતિ બાપ્પાએ વિદાય આપી હતી. શિલ્પા શેટ્ટી સાથે, તેમનો આખો પરિવાર આ પ્રસંગે દેખાયો હતો. શિલ્પાએ દર વર્ષની જેમ ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરી અને દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું. આ પ્રસંગે શિલ્પાએ પણ પતિ રાજ કુંદ્રા સાથે અનિલ કપૂર શૈલીમાં ડાન્સ કર્યો હતો.
શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ગણપતિ વિસર્જનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી પતિ અને પુત્ર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. શિલ્પા તેની બહેન શમિતા શેટ્ટી સાથે પણ જોવા મળી હતી. શિલ્પાએ આ પ્રસંગે પિંક એન્ડ રેડ કલર ડિઝાઇનર સૂટ પહેર્યો હતો. આ સાથે, તેણીએ નથ અને ભારે ઝવેરાત પણ પહેર્યા હતા.
મંગળવારથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ શિલ્પા વરસાદ પછી પણ ડાન્સ કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે સોમવારે ગણેશ ચતુર્થી નિમિત્તે મહારાષ્ટ્રમાં ઘરે ગણપતિ સ્થાપિત કરવાનો ટ્રેન્ડ છે. આ સાથે ગણેશ મૂર્તિઓ જાહેર સ્થળોએ પણ સ્થાપિત કરવામાં આવે છે. આ પછી, ગણપતિને દોઢ દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 11 માં દિવસ બાદ વિસર્જન કરવામાં આવે છે.