મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ ઘણા ફોટો શેર કર્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટાઓ શેર કરતી વખતે તેણે ચાહકોને કહ્યું કે, તેનું નવું રેસ્ટોરન્ટ ખુબ જ જલ્દી ખુલી જશે. આ તસવીર તેની રેસ્ટોરન્ટની છે. આ રેસ્ટોરન્ટ બોલિવૂડ સેલેબ્સના હેંગઆઉટ્સ માટે છે. આ બસ્ટિયન ચેઇનની રેસ્ટોરન્ટ છે, જેના સહ-માલિક શિલ્પા શેટ્ટી છે.
શિલ્પા શેટ્ટીનું આ રેસ્ટોરન્ટ મુંબઈના વરલીમાં ખુલ્યું છે. શિલ્પા શેટ્ટીએ બે ફોટા શેર કર્યા છે. પહેલી તસવીર શેર કરતાં લખ્યું, “અને તે તૈયાર છે.” આ તસવીરમાં, તેમની રેસ્ટોરન્ટની અંદર એક સુંદર ઝલક દેખાય છે. આ તસવીરમાં શિલ્પા સુંદર પોઝ આપી રહી છે અને તેની રેસ્ટોરન્ટની સુંદરતા બતાવી રહી છે.
9 મહિના પછી પ્રથમ વખત નાઈટ આઉટ
તે જ સમયે, તેણે શેર કરેલી બીજી તસવીરમાં શિલ્પા શેટ્ટી સાથે તેમના પતિ રાજ કુંદ્રા, રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનલિયા ડિસુઝા જોવા મળી હતી. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ધીરજ વિલાસરાવ દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. શિલ્પા શેટ્ટીના આ પ્રથમ મહેમાન હતા. આ તસવીર શેર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે, “ગઈકાલે રાત્રે, 9 મહિના પછી મારું ફર્સ્ટ નાઈટ આઉટ. બોસ્ટીયન મુંબઇ વરલીમાં મિત્રો સાથે એક સરસ સ્વાદ અને રાત્રિભોજનની ખાવાની રાત”.