મુંબઇ: શિવસેનાએ અભિનેત્રી કંગના રનૌતનાં નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, “મુંબઈ મરાઠી લોકોના બાપનું છે, જેને આ વાત માન્ય નથી તે તેના બાપ બતાવે.” શિવસેના આવા મહારાષ્ટ્રના દુશ્મનોનું શ્રાદ્ધ કર્યા વિના અટકશે નહીં. વચન છે જય હિન્દ જય મહારાષ્ટ્ર.
તે જ સમયે, એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના પર નિશાન સાધતા કહ્યું કે તેમને મહારાષ્ટ્ર અથવા મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી.
દેશમુખે કહ્યું, “મુંબઈ પોલીસની તુલના સ્કોટલેન્ડ યાર્ડ સાથે કરવામાં આવે છે. કેટલાક લોકો મુંબઈ પોલીસને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક આઈપીએસ અધિકારી તેની વિરુદ્ધ કોર્ટમાં ગયા છે. તેની (કંગના રનૌત) મુંબઇ પોલીસ સાથે સરખામણી … તેને મહારાષ્ટ્ર અથવા મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી.”
તમને જણાવી દઈએ કે કંગનાએ 3 સપ્ટેમ્બર, ગુરુવારે એક ટ્વિટમાં લખ્યું હતું કે, શિવસેનાના નેતા સંજય રાઉતે મને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે પાછા મુંબઈ ન આવો, પહેલા મુંબઈની શેરીઓમાં આઝાદીવાળા પોસ્ટર્સ અને હવે ખુલ્લી ધમકીઓ, મુંબઈ પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર (PoK) કેમ લાગી રહ્યું છે? ”
કંગનાએ મુંબઈની તુલના PoK સાથે કરતા બોલિવૂડના ઘણા કલાકારો અને નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપીછે. આ પછી કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, “ઘણા લોકો મને કહે છે કે પાછા મુંબઈ ન આવો, તેથી હું તેમને જણાવી દઉં કે મેં નક્કી કર્યું છે કે હું આ સપ્તાહે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છું. જ્યારે હું એરપોર્ટ પહોંચી જઈશ તો હું તમને સમય પણ જણાવીશ. જો કોઈના બાપમાં હિંમત હોય તો રોકી લો.” કંગનાએ આ સાથે સ્માઇલ ઇમોજી પણ શેર કરી હતી.
https://twitter.com/KanganaTeam/status/1301782810261299200