સલમાન ખાન અને કેટરિના કૈફની બહુચર્ચિત ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ 22 ડિસેમ્બરે રિલિઝ થવાની છે,ત્યારે મહારાષ્ટ્ર નવનિર્ણાણ સેનાએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. આ વિરોધ હજુ શાંત થયો નથી તેવામાં શિવસેનાએ પણ ટાઇગર ઝિંદા હૈનો વિરોધ કર્યો છે.
શિવસેનાનું કહેવું છે કે ફિલ્મની રિલિઝથી મરાઠી ફિલ્મો દેવા અને એક અતરંગીના સ્ક્રીન કાઉન્ટ પર અસર થશે. ટાઇગર ઝિંદા હૈના પ્રોડ્યુસરોએ મુંબઇના તમામ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન્સના પાંચ શોને પહેલાંથી જ બુક કરાવી લીધાં છે. આ કારણે મરાઠી ફિલ્મોને સ્ક્રીન નથી મળી રહી. આ મામલે મનસે નેતા શાલિની ઠાકેરેએ તો વિરોધ કર્યો જ હતો તેવામાં તેમની સાથે શિવસેના પણ જોડાઇ ગઇ છે.
ફિલ્મોનો વિરોધ થવો અે કોઈ નવી વાત નથી. અા પહેલા સંજયલીલા ભણસાલીની ફિલ્મનો પણ વિરોધ થયો હતો, જો કે તે મામલો થોડો અલગ હતો.