મુંબઈ : ‘નાગિન 5’માં ‘બેહદ 2’ ફેમ એક્ટર શિવિન નારંગને કાસ્ટ કરવાના સમાચાર છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. હવે શિવિને પોતે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં આની સત્યતા જણાવી હતી. શિવિને ‘નાગિન 5’ સિવાય ‘ખતરો કે ખેલાડી’થી પરત ફરવાની અને ‘બેહદ 2’ની સમાપ્તિ વિશે પણ વાત કરી હતી. શિવિને તેની ભાવિ યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું.
શિવિન નારંગ ‘નાગિન 5’માં જોવા મળશે?
‘નાગીન 5’ માટે શિવિન નારંગનું નામ બહાર આવી રહ્યું હતું, જેના પર તેમણે કહ્યું હતું કે – ‘હમણાં હું આવી કોઈ પણ વાત પર ટિપ્પણી કરીશ નહીં. પરંતુ બધું ઠીક થતાંની સાથે જ હું અપડેટ કરીશ. મેં નાગિનમાં એમ તો ગેસ્ટ રોલ કર્યો છે. જો હું નાગિન વિશે વાત કરું, તો મને દરેક નાગિન સારી લાગે છે.’