નવી દિલ્હી : બોલીવુડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર હિટ ફિલ્મો ‘સાહો’ અને ‘છિછોરે’ આપ્યા બાદ તેની આગામી ફિલ્મ ‘બાગી 3’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. શ્રદ્ધા સર્બિયામાં ટાઇગર શ્રોફ સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. એવા અહેવાલો છે કે શ્રદ્ધા પણ આ ફિલ્મમાં એક એક્શન સીન કરતી જોવા મળી શકે છે.
શ્રદ્ધા ‘બાગી 3’ની શૂટિંગ સાથે સર્બિયામાં ખૂબ જ એન્જોય કરી રહી છે. શ્રદ્ધા કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં શ્રદ્ધા સર્બિયામાં શૂટિંગ બાદ ‘બાગી 3’ની ટીમ સાથે પીઝાની મજા લેતી જોવા મળી રહી છે.