24 મી ફેબ્રુઆરીના રોજ દુબઈમાં બોલિવૂડની દંતકથા સમાન શ્રીદેવીએ ફાની દુનિયાને રુખસત કરી દીધી.બુધવારેમુંબઇના વિલે પાર્લેમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.શ્રીદેવીની મોટી પુત્રી જાન્હવીની માતાને લખેલો પત્ર વાયરલ થયો છે.જાન્હવીએ થોડા વર્ષો પહેલા ફેમિના મેગેઝિન માટે આ પત્ર લખ્યો હતો. શ્રીદેવીના અવસાન પછી, ફેમિનાના સંપાદક તાન્યા ચૈતન્યીએ આ પત્રને જાન્હવીના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
દરેક વ્યક્તિ જાણે છે કે શ્રીદેવી તેમની પુત્રીઓની ખુબજ નજીક હતા.તેમની પુત્રીઓજ તેમનું જીવન હતી.પુત્રીઓની દુનિયા તેમની માતાની આસપાસ ફરતી હતી.જાન્હવીએ થોડા વર્ષો પહેલાં ફેમીના મેગેઝિનમાં તેમની માતાને સમર્પિત પત્ર લખ્યો હતો, જે હવે વાયરલ બની ગયો છે.આ પત્રમાં જાન્હવીએ લખ્યું હતું કે શ્રીદેવીએ તેને વિશ્વની સૌથી ગૌરવશાળી પુત્રી બનાવી હતી.
જાન્હવીએ પત્રમાં લખ્યું હતું કે, હું તમારી સફળતા અને સમર્પણ જેઈ મોટી થઇ છું.તમારી સફળતાએ મને વિશ્વની સૌથી ગૌરવશાળી પુત્રી બનાવી છે. હું તમને સૌથી વધુ પ્રેમ કરું છું તમારી દીકરી, જાન્હવી