ઘર ઘરમાં જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી હવે બીજા એક નવા કારણે ચર્ચામાં છે. પોતાની નવી વેબ સિરીઝમાં શ્વેતાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. કારણ કે તેણે ઢગલા મોઢે કિસીંગ સીન આપ્યા છે. આ વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે કે જેમાં શ્વેતા તિવારીનો ક્યારેય ન જોયેલો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. ફેમિલી ડ્રામા અને રોમાન્સથી ભરપૂર છે. શ્વેતા તિવારી સાથે આ સીરિઝમાં અક્ષય ઓબરોય અભિનેતા તરીકે છે. અક્ષય અને શ્વેતા વચ્ચે ઘણા રોમેન્ટીક કિસીંગ સીન અને બોલ્ડ સીન જોવા મળી રહી છે. શ્વેતાએ કરિયરમાં પહેલી વખત કોઈ અભિનેતા સાથે મન મૂકીને આટલા બધા બોલ્ડ સીન્સ આપ્યા છે. ફેન્સ માટે પણ આ સરપ્રાઈઝની વાત છે કારણ કે શ્વેતાને અત્યાર સુધી તેના ફેન્સે એક સંસ્કારી વહુના રોલમાં જ જોઈ હતી. ટ્રેલર રિલીઝ થયા બાદ શ્વેતા અને અક્ષયના લીપલોક સિન્સ વાયરલ થઈ રહ્યા છે.
હીરો અને હીરોઈન વચ્ચે જે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી એના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે. શ્વેતાએ વેબ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. જેમાં તેણે લૂક અને હેરસ્ટાઈલ પર એક્સપિરિમેન્ટ કર્યો છે. 2 મિનિટ અને 42 સેકન્ડના ટ્રેલરમાં શ્વેતાએ ઈન્ટિમેટ સીન્સની તમામ હદો પાર કરી દીધી છે.