મુંબઈ : બિગ બોસ શો પૂરો થઇ ગયો છે પણ સિદ્ધાર્થ શુક્લા-શેહનાઝ ગિલની ચર્ચા હજી ચાલુ છે. બંને ઘરની બહાર પણ હેડલાઇન્સમાં છે. આ દરમિયાન બંનેનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ભુલા દૂંગા…’ શીર્ષકથી બહાર પાડવામાં આવેલ આ ગીતને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યું છે. આ ગીતમાં સિદ્ધાર્થ અને શેહનાઝ ગિલ છે અને આ ગીત દર્શન રાવલે ગાયું છે. તેમના તેજસ્વી અવાજમાં દર્શનએ આ ગીતને વધુ લાઈવલી બનાવ્યું છે.
આ ગીતમાં બંનેની કેમિસ્ટ્રી બિગ બોસના ઘરની જેમ જોવા મળી રહી છે. આ વિડીયો હેપી-સેડ સોંગનું મિશ્રણ છે. તેના માટેનો પ્રેમ અને તડપને ગીતમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. આ ગીતની સૌથી ગમતી વસ્તુ સિદ્ધાર્થ અને શેહનાઝની કેમિસ્ટ્રી છે. બંને એક સાથે ખૂબ સારા લાગે છે. જુઓ ગીત….