સિમ્પલી રેડ ફ્રન્ટમેન તરીકે જાણીતા સિંગર મિક હકનલને કોઇ ઓળખની જરૂર નથી. તેની ખ્યાતિ આજે જેટલી ઊંચાઈ પર છે તેણે એટલી જ ફેમસ હસીનાઓને ડેટ કરી છે. કેથરિન ઝેટા જોન્સ, હેલેના ક્રિસ્ટેનસેન અને માર્ટિન એમચીકચેન જેવી ગાયિકા સાથે તેનું નામ જોડાઇ ચુક્યુ છે. પરંતુ હાલમાં તેણે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે તેને લઇને તે લાઇમલાઇટમાં છે.
દરરોજ 3 સ્ત્રીઓ સાથે સૂતો
આ ઉપરાંત તેણે વર્ષ 2010માં એક કુખ્યાત ઇન્ટરવ્યૂ કર્યો હતો કે જેમાં તેણે તેવો દાવો કર્યો હતો કે તે એક દિવસમાં ત્રણ મહિલાઓ સાથે સંભોગ કરે છે. તેણે એક ન્યૂઝ પેપર સાથેના ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે ‘જ્યારે મને પ્રસિદ્ધી મળી ગઈ તે પછીથી મારામાં એક ઝૂનુન સવાર થઈ ગયું. 1985-1987ની વચ્ચે હું દરરોજ લગભગ ત્રણ સ્ત્રીઓ સાથે સંભોગ કરતો. મેં ક્યારેય ના નથી પાડી.
3000 યુવતીઓ સાથે સૂવાનો ઇનકાર કર્યો
59 વર્ષના મિકે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મે કહ્યું હતું કે એ દિવસો એવા ક્રેઝી હતા કે આજુબાજુ ઢગલાબંધ છોકરીઓ હતી કે એક દિવસમાં 3 સાથે સુઈ શકાય. પણ ખરેખર એવું નહોતું. સાથે જ તેણે તે પણ સ્વીકાર્યુ કે તેણે 3000 યુવતીઓ સાથે સુવાનો તો ઈનકાર કર્યો છે.
કેટલી હસીનાઓ સાથે સૂતો યાદ જ નથી
મિકને ચોક્કસ આંકડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે ‘મને એનો કોઈ ખ્યાલ જ નથી. હું બેડ પર કોઈ એવી કાઉન્ટ ચીપો લગાવતો નથી અને મે ગણતરી વિશે ક્યારેય વિચાર્યું નથી. જે લોકો મને ઓળખે છે તે જાણે છે કે હું આવી વાતો કરતો નથી. તેમજ પબમાં મિત્રો વચ્ચે પણ આવી રીતે છોકરીઓની વાતો નથી કરતો. મહત્વનું છે કે મિક તેના ટ્રેડમાર્ક સર્પાકાર લાલ કલરના વાળ માટે પણ જાણીતો છે. વર્ષોથી તેનું નામ માર્ટિન, હેલેના, કેથરિન, અલરીકા જોનસન, બ્રિગેટ નિલ્સન અને એલિસિયા ડુવલ જેવી હસીનાઓ સાથે જોડાતું આવ્યું છે. જો કે મિક બાદમાં 2002માં ગેબ્રિએલા વેસબેરી સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગયો. મહત્વનું છે કે મિક અને ગેબ્રિએલા વેસબેરીએ 90ના દશકમાં એકબીજાને ડેટ કર્યા હતા. મિક હવે લગ્ન કરીને ગેબ્રિએલા વેસબેરી સાથે પોતાનું ખુશખુશાલ લગ્નજીવન જીવી રહ્યો છે.