ફેમસ સિંગર Neha Kakkar નો તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે આંખના ઇશારાથી રાતોરાત ફેમસ થયેલ પ્રિયા પ્રકાશ વારિયરની કોપી કરતા નજર આવી રહી છે. નેહાએ આ વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે પ્રિયાની કોપી કરતા નજર આવી રહી છે.
નેહા કક્કરે આ વિડીયો શેર કરતા લખ્યું કે, મારી ઉપર પણ પ્રિયા પ્રકાશ વારિયરની અસર થઇ છે. નેહાનો આ વિડીયો વધારે વાયરલ થઇ રહ્યો છે અને તેની સાથે યુઝર્સ તેમનો મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, પહેલા સરખી રીતે શીખી લો. તો અન્ય એક યુઝર્સે લખ્યું કે, શું તમને તમારા કામથી સંતોષ નથી. આ સિવાય અન્ય યુઝર્સ પણ નેહા કક્કરની મજાક ઉડાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થયેલ પ્રિયા પ્રકાશે એક દિવસમાં જે કરી બતાવ્યું તે ભાગ્યેજ કોઈ કરી શકે. પ્રિયા પ્રકાશના વાયરલ વિડીયોએ તેની જિંદગી બદલી નાખી છે. જી હાં, બહુ જલ્દી પ્રિયા પ્રકાશ બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયા પ્રકાશ વોરિયરને રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિમ્બા માટે અપ્રોચ કરવામાં આવી છે.
પ્રિયાનું તાજેતરમાં એક મલયાલી સોંગ ‘માનિકા મલયારા પૂવી’ રિલીઝ થયું છે. પ્રિયા પ્રકાશના આ સોંગને ૪ લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યું છે. પ્રિયા પ્રકાશ મલયાલી ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ થી ડેબ્યુ કરી રહી છે. ન્યૂ ઇન્ટરનેટ સેન્સેશન બનેલ પ્રિયા પ્રકાશ વારિયરે પ્રથમ દિવસે એક એવો રેકોર્ડ બનાવી લીધો છે જે આજ સુધી કોઈ બોલિવુડ સેલીબ્રીટીઝે બનાવ્યો નથી.