મુંબઈ : ભારતના લિજેન્ડરી સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યા છે. એસપીને 5 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિમાં સુધારો થતો જોવા મળ્યો હતો, પરંતુ અચાનક તેમની તબિયત લથડવાનું શરૂ થયું. તે હાલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે અને ડોકટરો તેમને પ્લાઝ્મા થેરેપી આપી રહ્યા છે. દરમિયાન એસપીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ હોસ્પિટલમાંથી થમ્સ અપ સાઇન બતાવીને ચાહકોને સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.
આ તસવીર અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોબલાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ પહેલા એસપીના પુત્ર એસપી ચરણે એક વીડિયો સંદેશમાં વરિષ્ઠ ગાયકને લગતી અપડેટ આપી હતી. તેમણે કહ્યું હતું કે ડોકટરોને વિશ્વાસ છે કે કોરોના સામેની લડાઇમાં એસપી સફળ થઈ શકશે. તેણે એમ પણ કહ્યું કે તે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે.
Anna..vanga vanga.. pic.twitter.com/8meLd4YsvX
— Manobala (@manobalam) August 14, 2020