મુંબઈ : સલમાન ખાન સાથે સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી બોલિવૂડની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી ભાગ્યશ્રી લગભગ દસ વર્ષ પછી કમબેક કરવા જઇ રહી છે. છેલ્લી વખત તે 2010 માં આવેલી ફિલ્મ ‘રેડ એલર્ટ’માં જોવા મળી હતી. તેનો પ્રથમ રીટર્ન પ્રોજેક્ટ મૂવીનો નહીં પણ મ્યુઝિક વીડિયો છે.
હા, ભાગ્યશ્રીનો કમબેક મ્યુઝિક વીડિયો “મુકમ્મલ ન હુઈ ચાહત” તાજેતરમાં જ મુંબઈના સિનેપોલિસ સિનેમા ખાતે લોન્ચ થયો હતો. જ્યાં આ આલ્બમ સાથે સંકળાયેલી આખી ટીમ સાથે ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
તમને જણાવી દઇએ કે સિંગર શૌર્ય મહેતા આ એક જ ગીતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે, જ્યારે તેમાં ફિમેલ વોઇસ દિપા ઉદિત નારાયણનો છે.