મુંબઈ : સલમાન ખાન હાલ તેની ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. તાજેતરમાં એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં સલામ યાદોમાં ખોવાયેલો નજરે પડે છે.
અભિનેતા સલમાન ખાન જે ઘણીવાર ચિત્ર દોરી પોતાની અંદર છુપાયેલા ટેલેન્ટને કેનવાસ પર પ્રસ્તુત કરે છે. સલમાને 2000માં આવેલી તેની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ને સમર્પિત કરી છે, સલમાને મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો જેમાં તે સ્કેચિંગ કરતો નજરે પડે છે.
આ વીડિયોના શીર્ષકમાં સલમાને લખ્યું છે, “સ્કેચિંગ દરમિયાન, ‘હર દિલ ..’ ગીત વાગી રહ્યું હતું અને આ સંવાદને મારા મિત્ર સાજિદ નડિયાદવાલાના પૌત્રએ એ સમયે લખ્યો હતો મને લાગ્યું હતું કે, આ સંપૂર્ણ છે, પરંતુ … ”
તેમણે સફેદ કાગળ પર ચારકોલથી એક ચહેરો બનાવ્યો છે અને એક બીજા પેપર પર આ ફિલ્મનો એક સંવાંદ લખ્યો. આ ડાયલોગ છે, “ઇતના કરો કી કભી કમ ન પડે, પર સાલા કમ પડ હી જતા હે.’