નવી દિલ્હી : જેએનયુમાં વિદ્યાર્થીઓને ટેકો આપવા પહોંચેલી બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પર તાજેતરમાં જ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે આરોપ લગાવ્યો હતો. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ દીપિકા પર નિશાન સાધ્યું છે.
તેણે કહ્યું કે, દીપિકા દેશના ટુકડા કરવા માંગે છે, તેમની સાથે ઉભી રહી. જેએનયુ કેસ પર બોલતા સ્મૃતિ ઈરાનીએ દીપિકા પર સણસણતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, ‘જેણે આ સમાચાર વાંચ્યા છે (જેએનયુમાં દીપિકાની હાજરી), તે જાણવા માંગશે કે તે વિરોધીઓ વચ્ચે શા માટે ગઈ ?’ ‘અમારા માટે આશ્ચર્યજનક વાત નથી કે તે ભારતના ટુકડા કરવા માંગતા લોકોની સાથે ઉભી હતી. તે તેની સાથે ઉભી હતી, જેમણે લાકડીઓ વડે છોકરીઓના ખાનગી ભાગો પર હુમલો કર્યો હતો.
. @smritiirani takes down Deepika Padukone for supporting Bharat Tere Tukde Gang pic.twitter.com/XzqTmSjeaN
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 10, 2020
સ્મૃતિએ દીપિકાના પોલિટિકલ ઈન્ટરેસ્ટનો ખુલાસો કર્યો
ભાજપના નેતા તેજિંદર પાલ બગ્ગાએ પણ સ્મૃતિ ઈરાનીની આ ટિપ્પણીનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે દીપિકાના પોલિટિકલ ઈન્ટરેસ્ટ પર પણ જણાવ્યું હતું. સ્મૃતિએ કહ્યું, ‘વર્ષ 2011માં દીપિકાએ કહ્યું હતું કે, તે કોંગ્રેસને સપોર્ટ કરે છે.’ સ્મૃતિએ જેએનયુ એટેક કેસ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પોલીસ દ્વારા તપાસના પાસા કોર્ટ સમક્ષ રખાય નહીં ત્યાં સુધી કંઈપણ કહેવું યોગ્ય રહેશે નહીં.