મુંબઈ : ટીવી ક્વીન એકતા કપૂરના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિ ઈરાનીએ તેની શુભેચ્છા માટે એક ખાસ વીડિયો બનાવ્યો. હિના ખાને પણ આ વીડિયો પર ટિપ્પણી કરી છે. હિનાએ સ્મૃતિને પ્રેરણાત્મક ગણાવી હતી, જેના જવાબમાં એકતાએ તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
સ્મૃતિ ઈરાની-હિના ખાનની વાતચીત વાયરલ થઈ
ઇન્સ્ટાગ્રામ પર સ્મૃતિ ઈરાની અને હિના ખાન વચ્ચેની આ ચિટચેટ પર ઘણી ચર્ચા થઈ રહી છે. કોમેન્ટ બોક્સમાં હિના સ્મૃતિ ઈરાનીના વખાણના પુલ બાંધતી નજરે પડી હતી. હિનાએ પહેલા કોમેન્ટ બોક્સમાં લખ્યું – આ વિડીયો એકદમ સ્વીટ છે. સ્મૃતિ, તમે તે યુગની એકમાત્ર અભિનેત્રી છો જે મારી પ્રિય હતી. હું છેલ્લા 11 વર્ષથી દરેક ઇન્ટરવ્યુમાં તમારો ઉલ્લેખ કરું છું. તમે પડદા પર જાદુ છો. એકતા કપૂર જાણે છે કે હું તમારું કેટલું માન કરું છું.
હિના ખાનને જવાબ આપતાં સ્મૃતિ ઈરાનીએ લખ્યું- હિના થેંક્યુ. આ શબ્દો બદલ હું તમારો આભાર માનું છું. આશા રાખુ છુ કે જલદી મળિશુ. સ્મૃતિ ઈરાની દ્વારા બનાવવામાં આવેલા આ ખાસ વીડિયો પર ઘણા સેલેબ્સે ટિપ્પણી કરી હતી.