મુંબઈ : સોનાક્ષી સિંહા ફિલ્મોની સાથે સાથે વેબસીરીઝમાં પણ હાથ અજમાવી રહી છે. તાજેતરમાં ઘોષણા કરવામાં આવી હતી કે, સોનાક્ષી સિંહા બોલિવૂડના ત્રણ યુવાન કલાકારો સાથે ફોલેન સિરીઝમાં કામ કરવા જઈ રહી છે. આ વેબસીરીઝમાં ગુલશન દેવ્યાહ, વિજય વર્મા અને સોહમ શાહ જેવા સ્ટાર્સ જોવા મળશે. ગુલશન શૈતાન, મર્દ કો દર્દ નહીં હોતા અને તાજેતરમાં રિલીઝ થયેલી નેટફ્લિક્સ ફિલ્મ ગોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળ્યો હતો, આ સાથે જ સોહમ શાહે તેની ફિલ્મ તુમ્બાડ દ્વારા જબરદસ્ત ચર્ચા હાંસલ કરી છે તેમજ વિજય વર્માએ ફિલ્મ ગલીબોયમાં રણવીર સિંહ સાથે કામ કર્યું છે. .
તાજેતરમાં ગુલશને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સોનાક્ષી તેના ફોન પર ટિકટોક વીડિયો જોઈ રહી છે. ગુલશને આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, સ્થાનિકો અને ટિકટોકની સાથે રાજસ્થાનમાં મજા માણી રહ્યા છીએ. આ વીડિયોમાં સોનાક્ષી પણ ખૂબ ખુશ જોવા મળી રહી છે.