નવી દિલ્હી : બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિન્હા બહુ જલ્દી લોકોને પોતાના પાત્ર દ્વારા હસાવશે. સોનાક્ષી સાથે આ ફિલ્મમાં ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા અને રેપર સિંગર બાદશાહ જોવા મળશે. ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ 2 ઑગસ્ટના રોજ સિનેમામાં રિલીઝ થશે. હાલ તેનું ગીત ‘કોકા’ રિલીઝ થયું છે.
ઉલ્લેખનીય છે કે, આ એક જૂનું ગીત છે, જે પંજાબી ગાયક જસબીર જસ્સી દ્વારા ગાવામાં આવ્યું છે. હવે બાદશાહ દ્વારા ગીતનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ ગીતને હવે જસબીર જસ્સી સાથે મળીને બાદશાહ અને ધ્વનિ ભાનુશાળીએ ગાયું છે.
8 લાખથી વધુ જોવાઈ ચુક્યો છે વિડીયો
આ ગીત YouTube પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ગીત વિશે શ્રેષ્ઠ બાબત એ છે કે તે સોનાક્ષી સિંહા જબરદસ્ત ડાન્સ કરી રહી છે. આ ગીતને અત્યાર સુધી YouTube પર 8,92,816 વખત જોવામાં આવ્યું છે.