મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ રવિવારે એક વીડિયો શેર કરીને ઈન્ડિગો એરલાઇન્સના સ્ટાફનો ક્લાસ લીધો હતો. સોનાક્ષી સિંહાએ આરોપ લગાવ્યો છે કે, એરલાઇન્સના સ્ટાફ દ્વારા તેની ટ્રાવેલ બેગને નુકસાન પહોંચ્યું છે.
અભિનેત્રીએ તૂટેલી ટ્રાવેલ બેગનો વીડિયો શેર કરીને એરલાઇન્સ સ્ટાફને નિશાન બનાવ્યો છે. વીડિયોમાં સોનાક્ષી કહી રહી છે- ‘હું ઈન્ડિગોમાં મુસાફરી કરું છું. હું એક સંપૂર્ણ બેગ લઈને આવી હતી પરંતુ જ્યારે આ બેગ મારી પાસે આવી ત્યારે તેનું પહેલું અને બીજું હેન્ડલ સાવ તુટી ગયું હતું. બેગના પૈડાં સંપૂર્ણ બંધ થઈ ગયા છે. આભાર ઈન્ડિગો.
Hi @IndiGo6E, Hulk is 6E, this was not so 6E. You broke the unbreakable.#Indigo pic.twitter.com/8x4lVzBlqH
— Sonakshi Sinha (@sonakshisinha) November 3, 2019
વીડિયો શેર કરતી વખતે સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું – @IndiGo6E, Hulk is 6E, this was not so 6E. You broke the unbreakable. સોનાક્ષી સિંહાના આ ટ્વીટ પર ઈન્ડિગોનો જવાબ પણ આવી ગયો છે. ઈન્ડિગોએ અફસોસ સાથે લખ્યું- “સોનાક્ષી, અમારી ટીમ સાથે જોડાવા બદલ આભાર.” અમે તમારી બેગ બદલ દિલગીર છીએ. અમે આ બાબત અમારી હેન્ડલિંગ ટીમ સામે મૂકી છે. અમે તમને તમારા ભાવિ પ્રોજેક્ટ્સ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ફરી તમારી રાહ જોશું – સિદ્ધિ ”
Hi Sonakshi. We're sorry to see your bag has been damaged. We wish to speak with you. Could you please DM us your contact number and a convenient time to call? ~Shashi https://t.co/xcJPAix5sK
— IndiGo (@IndiGo6E) November 3, 2019