મુંબઈ : સોનમ કપૂર દિલ્હી અને મુંબઇમાં રહીને પાછી લંડન ગઈ છે. લોકડાઉન પહેલા સોનમ અને તેના પતિ આનંદ આહુજા ભારત આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીં જ રહી ગયા હતા. જો કે આ જોડી અનલોક વનમાં લંડન પરત ફરી છે. તાજેતરમાં સોનમ કપૂરે તેના વર્કઆઉટ સેશન બાદ તેનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સોનમ પાર્કમાં બેઠેલી જોવા મળી હતી. આ વીડિયોના આવ્યા પછી, જ્યાં ચાહકો ખુશ હતા, ત્યારબાદ લોકોએ સોનમ પર વિવિધ પ્રકારના આક્ષેપો કરવાનું શરુ કર્યું.
એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે, કેવી રીતે ભારતીય અભિનેત્રીઓ લંડનમાં ક્વોરેન્ટીનના નિયમોને તોડીને લોકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. યુઝરે લખ્યું- આ દરમિયાન લંડનમાં ભારતીય અભિનેત્રીઓ સોનમ કપૂર અને મૌની રોય 14 દિવસના ક્વોરેન્ટીન કાયદાને તોડીને લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ બધું શેર કરીને ખરાબ ઉદાહરણો આપી રહ્યા છે. જો આ બંનેના સમાચાર પોલીસને આપવામાં આવે તો બંનેની ધરપકડ કરી શકાય છે.
https://twitter.com/SunoMili/status/1284905979814064128
ઘણા અન્ય ટ્વિટર વપરાશકર્તાઓએ આ વપરાશકર્તાની વાત પર પ્રતિક્રિયા આપી. ઘણા લોકોએ તેની નિંદા કરી અને સવાલો ઉઠાવ્યા કે તેને કેવી રીતે ખબર પડી કે સોનમ બહાર આવી છે અને તેણે કાયદો તોડ્યો છે. મીલી નામના યુઝરે લખ્યું – ચિલ ઇટ ભાઈ. સોનમ ક્વોરેન્ટીન છે, તેના ઘરે છે અને કામ કરે છે. તેમના ઇન્સ્ટાગ્રામ ચકાસીને જોઈલો. સોનમ અને તેના પતિ આનંદ આહુજાએ જણાવ્યું છે કે, તેઓ ઘરેથી કામ કરે છે.
તેના જવાબમાં સોનમે લખ્યું – હું મારા બિલ્ડિંગ સાથે જોડાયેલા બગીચામાં છું. હું સંપૂર્ણ ક્વોરેન્ટીન છું. વસ્તુઓ બનાવવા માટે લોકો પાસે ઘણો સમય હોય છે. તેને ઇગ્નોર કરો. આ સાથે સોનમ કપૂરે પણ વપરાશકર્તાઓના સમર્થન બદલ આભાર માન્યો છે.
I’m in my own garden attached to my building dude.. fully quarantining.. people have too much time.. just ignore https://t.co/PiYvzDsWTn
— Sonam K Ahuja (@sonamakapoor) July 19, 2020