મુંબઈ : અલી અબ્બાસ ઝફરના દિગ્દર્શન હેઠળ બનવા જય રહેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ની રિમેક વિવાદમાં જોવા મળી રહી છે. જ્યારે અલી અબ્બાસ ઝફરે 1987 માં આવેલી આ આઇકોનિક ફિલ્મના રિમેકની ઘોષણા કરી ત્યારે ચાહકો આ પછી ખુશ ખુશ થયા હતા. પરંતુ હવે આ ફિલ્મ અંગેના વિવાદો વધુ તીવ્ર બની રહ્યા છે. ‘મિસ્ટર ઇન્ડિયા’નિર્દેશક શેખર કપૂર બાદ હવે અભિનેત્રી સોનમ કપૂરે પણ રિમેકના સમાચારો પર નારાજગી વ્યક્ત કરી છે.
સોનમ કપૂર નાખુશ છે કે અલી અબ્બાસ ઝફરે ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવતા પહેલા તેના પિતા અનિલ કપૂર સાથે વાત કરી નહોતી. સોનમે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘ઘણા લોકો મને ‘મિસ્ટર ઇન્ડિયા’ની રિમેક વિશે પૂછે છે. મારા પિતાને આવી કોઈ રીમેક વિશે પણ જાણ નહોતી, અમને આ વાત સોશિયલ મીડિયા પર ત્યારે મળી જ્યારે અલી અબ્બાસ ઝફરએ આ ફિલ્મ અંગે ટ્વીટ કર્યું. આ ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે આ ફિલ્મ વિશે કોઈએ મારા પિતા કે શેખર કાકા સાથે વાત કરી ન હતી. આ ફિલ્મ બનાવવામાં બંનેનો મોટો ફાળો હતો. આ ખૂબ દુઃખદ છે. કારણ કે, ‘મિસ્ટર ઇન્ડિયા’ મારા પિતાના હૃદયની ખૂબ નજીક છે અને તેમણે આ ફિલ્મ માટે સખત મહેનત કરી હતી.’
FYI pic.twitter.com/YRmrny8VeW
— Sonam K Ahuja (@sonamakapoor) February 22, 2020