મુંબઈ : ફિલ્મ ઉદ્યોગમાં ઝગઝગાટ અને પૈસા સૌથી વધારે છે. આવી સ્થિતિમાં દરેક સ્ટારની ફીસ ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. આજે આપણે સુદની કમાણી વિશે વાત કરીશું જે ગરીબોનો મસિહા માનવામાં આવે છે. રોગચાળા દરમિયાન હજારો લોકોને મદદ કરનાર સોનુ સૂદે તેમની મિલકત જરૂરિયાતમંદ માટેથી ગીરવે પણ મૂકી દીધી. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા પ્રશ્નો જોવા મળે છે કે, સોનુ સૂદ સોશિયલ મીડિયા પર પૈસાની રકમ વહેંચવાની ઘોષણા કરે છે, તે લાવે છે ક્યાંથી ?
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનુ સૂદની કુલ સંપત્તિ લગભગ 130 કરોડ છે. અભિનય ઉપરાંત સોનુ સૂદ પાસે ઘણી બ્રાન્ડ પણ છે જેનું તે પ્રમોશન કરે છે. અને તેઓ હોટલનો વ્યવસાય પણ કરે છે. સોનુ સૂદ હોટલની ચેન ધરાવે છે. આ રીતે, સોનુ સૂદને યોગ્ય રકમ મળે છે. આવી સ્થિતિમાં સોનુ સૂદ થોડી ઓછી ફિલ્મો કરે તો પણ તે જાહેરાતો અને ધંધામાંથી એટલા પૈસા કમાય છે કે તે ઘણું ચેરિટીનું કામ કરે છે.
આ સાથે, ચાલો તમને જણાવી દઇએ કે ભૂતકાળમાં સૂદે આટલી બધી સેવાભાવી કામગીરી કરી હતી કે તમામ પૈસા હોવા છતા તેણે પોતાની ઘણી સંપત્તિ ગીરવે રાખવી પડી હતી. અહેવાલો અનુસાર, પરપ્રાંતિય મજૂરોના ઘરે પહોંચેલા અને તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરનાર સોનુ લોકો માટે ઘર બનાવે છે, બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરે છે અને બેરોજગારને રોજગાર પૂરો પાડે છે અને ગરીબોની સારવાર કરનાર સોનુએ આ બધું તેની મિલકત ગીરવે (મોર્ટગેજ) મૂકીને કર્યું હતું.