અજય દેવગને 90ના દાયકા,આ ‘ફૂલ ઔર કાંટે’ હિન્દી ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રીગણેશ કર્યા હતા. 28 વર્ષ કરિયરમાં અજયે ઘણી ઉતાર-ચઢાવ જોયા છે. એક સફળ એક્ટરની સાથે તે ફિલ્મ મેકર, ડિરેક્ટર અને પતિ-પિતા પણ છે. સાંભળવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં તેની બાયોગ્રાફી લખી શકાય છે.
સૂત્રો પ્રમાણે, અજયની લાઈફ સ્ટોરી ઘણી પ્રેરણાદાયક છે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોવા છતાં તેણે ઘણો સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરી છે. તે એક્શન ડિરેક્ટર વીરુ દેવગનનો દીકરો છે. પોતાની પ્રથમ ફિલ્મ હિટ થઇ હોવા છતાં કરિયરમાં ઘણી વાર નિષ્ફ્ળતા પણ જોઈ છે. તેના અને કાજોલની લવ સ્ટોરી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના સંબંધ આ દરેક સબ્જેક્ટ પર લખવું ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે. જો બધું પ્લાન પ્રમાણે ચાલશે તો ટૂંક સમયમાં તેની બાયોગ્રાફી લખવામાં આવશે. જો કે, ઓફિશિયલી રીતે આ વાતની કોઈએ જાહેરાત કરી નથી.
આવતા વર્ષે અજયની ફિલ્મ રિલીઝ થશે
વાત વર્ક ફ્રન્ટની કરીએ તો, અજય છેલ્લી વાર ‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં દેખાયો હતો, જે બોક્સઓફિસ પર સફળ રહી હતી. આવતા વર્ષે તેની ‘તાનાજી: અનસંગ વોરિયર’. ‘તુર્રમ ખાં’, ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ અને ‘મેદાન’ રિલીઝ થઈ શકે છે. આ ઉપરાંત સૂર્યવંશી અને આરઆરઆર ફિલ્મમાં તેનો કેમિયો પણ હશે.