મુંબઈ : અભિનેતા સૂરજ પંચોલીની આગામી ફિલ્મ ‘સેટેલાઇટ શંકર’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા જ યુટ્યુબ પર સામે આવ્યું છે. રિલીઝની તારીખમાં ઘણી વખત ફેરફાર થયા બાદ હવે આખરે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સ્ક્રીનિંગ માટે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પાવરફુલ છે.
આ ટ્રેલરમાં કાશ્મીરની વાદીઓથી લઈને સરહદોનો તણાવ જ નજરે પડે છે, પરંતુ દેશની અંદર વેરવિખેર પણ બતાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે, એક સૈનિક ‘સેટેલાઇટ શંકર’ આ અંતર અને લોકો વચ્ચેની કડવાશને દૂર કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.