મુંબઈ : બોલીવુડથી માંડીને માર્કેટ સુધીની દરેક વસ્તુ જીવલેણ કોરોના વાયરસના ભયથી પ્રભાવિત થઈ છે. લોકો ગીચ સ્થળોએ જવાનું ટાળી રહ્યા છે અને સરકારના નવા આદેશ બાદ જીમ અને ક્લબ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, પોતાની તંદુરસ્તીની વિશેષ કાળજી લેતા સેલેબ્સ પોતાને ફીટ રાખવા માટે નવી રીતો શોધી રહ્યા છે. કેટરિના કૈફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં તે તેના ઘરની ટેરેસ પર વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા કેટલાક વીડિયોમાં કેટરિનાએ જણાવ્યું છે કે લોકો ફક્ત 20 મિનિટનો સમય આપીને ઘરે રહીને પણ કેવી રીતે પોતાને ફીટ અને ખુશ રાખી શકે છે. પહેલા વીડિયોમાં કેટરીના સ્કોટ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં પુશઅપ્સથી લઈને માઉન્ટેન ક્લાઈમ્બર સુધીનું વર્કઆઉટ તેના ટ્રેનર સાથે કરતી જોવા મળી રહી છે. કેટરિનાનો આ વીડિયો અત્યાર સુધીમાં 12 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.