મુંબઈ : આ રવિવારે ટીમ સૂર્યવંશીની પાસે મોટી જવાબદારી છે. અક્ષય કુમાર, અજય દેવગન અને દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે બોલિવૂડના ખેલાડીઓ મહારાષ્ટ્ર પોલીસ ઇન્ટરનેશનલ મેરેથોનમાં પહોંચ્યા હતા. આજે 9 ફેબ્રુઆરી એટલે કે રવિવારે મુંબઈમાં યોજાયેલી આ મેરેથોનમાં અક્ષય કુમાર સાથે ‘સૂર્યવંશી’ ફિલ્મની ટીમે ભાગ લીધો હતો. આ ત્રણેય સ્ટાર બ્લેક ટી-શર્ટમાં સાથે જોવા મળ્યા હતા, જેના પર ‘આ રહી હૈ પોલીસ’ લખેલું હતું.
અક્ષય-અજય મેરેથોનમાં દોડ્યા
અક્ષય કુમારે અજય અને રોહિતનો ફોટો તેની સાથે શેર કરતાં લખ્યું, ‘રવિવારની સુંદર સવારની સાથે મહારાષ્ટ્ર પોલીસ ઇન્ટરનેશનલ મેરેથોનમાં ટીમ સૂર્યવંશી.’ તેની આગળ અક્ષયે મજાકમાં લખ્યું, ‘જ્યાં પોલીસ તમારી પાછળ નહીં પણ તમારી સાથે દોડે છે.’ આ સાથે અક્ષય અને અન્ય કલાકારોના ટી-શર્ટ દ્વારા એ સંકેત આપવામાં આવી રહ્યો છે કે ફિલ્મ સૂર્યવંશી ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.