મુંબઈ : પ્રભાસ ભલે વધુ સાઉથની ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ બોલિવૂડમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી. દેશની સાથે સાથે વિદેશમાં પણ લોકો તેની એક ઝલક મેળવવા બેકરાર છે. પ્રભાસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે જે તેના પ્રશંસકોને મોટી સરપ્રાઇઝ આપી હતી. જેમાં તે તેની ડ્રીમ કાર સાથે જોવા મળી રહ્યો છે.
પ્રભાસે લેમ્બોર્ગિની ખરીદી હતી
પ્રભાસે અભિનયની દુનિયામાં પગ મૂક્યો ત્યારથી જ તેની પોતાની લેમ્બોર્ગિનીની સપોર્ટ કાર રાખવાનું સ્વપ્ન હતું અને સખત મહેનત બાદ તેણે પોતાનું સપનું પૂરું કર્યું છે. જણાવી દઈ કે પ્રભાસે તેના પિતાના જન્મદિવસના દિવસે લેમ્બોર્ગિની અવાન્ટેડોર કાર ખરીદી છે. જેની કિંમત આશરે 6 કરોડ છે. પ્રભાસ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કારના ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. જે પણ એકદમ વાયરલ થઈ રહી છે.
https://twitter.com/Prabhas_Anwar/status/1376183547766050824
પ્રભાસ જલ્દી રાધેશ્યામ અને આદિપુરુષમાં જોવા મળશે
આ શેર કરેલા ફોટા અને વીડિયોમાં પ્રભાસ પોતાની ડ્રીમ કારમાં નજર આવતો જોવા મળી રહ્યો છે. અને કેટલાક વીડિયોમાં તે તેને ચલાવતા પણ જોવા મળે છે. વર્ક-ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો પ્રભાસ ખૂબ જ જલ્દીથી ફિલ્મ ‘રાધે-શ્યામ’ માં જોવા મળશે. આ સિવાય તે આદિપુરુષ અને સલાર માટે પણ શૂટિંગ કરી રહ્યો છે.
Darling #Prabhas bought @Lamborghini aventador roadster on his father's birth anniversary. pic.twitter.com/LjmcxwE3uG
— Suresh PRO (@SureshPRO_) March 28, 2021