ખુબસુરત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી ફિલ્મોમાં પદાર્પણ કરે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યારથી જ્હાન્વી કઈ ફિલ્મોમાં કામ કરશે તેવી વાતો ચર્ચાતી રહી છે. હવે ખબર આવી છે કે બૉનીના હોમ પ્રોડકશનની ફિલ્મ મી ઇન્ડિયાની સિક્વલથી ડેબ્યુ કરશે। ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શ્રીદેવી પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં બે જોડીની સ્ટોરી દર્શાવાશે પહેલી જોડી હશે અનિલ કપૂર અને શ્રીદેવી બીજી જોડીમાં જહાન્વી રોલ નિભાવશે।
1987ની સુપર હિટ ફિલ્મની સિક્વન્સ બનશે તેવી વાતો કેટલાય સમયથી ચાલી રહી હતી મોમ ફિલ્મના ડિરેક્ટર આ ફિલ્મનું ડીરેક્સન સંભાળશે થોડા સમય પહેલા જ શ્રીદેવીએ કહ્યું હતું કે અત્યારથી આ ફિલ્મ વિશે વાત કરવી ઉતાવળ ગણાશે। હજુ તો ફિલ્મના આઈડિયા ડિસ્ક્સ થયા છે પ્લાનિંગ હજુ બાકી છે.
થોડા દિવસ પહેલા ચર્ચાએ જોર પકડ્યું હતું કે શ્રીદેવી કરણ જોહરથી ખુબજ નારાજ છે. સૈરાટની હિન્દી રીમેકમાં કરણ જોહરે જ્હાન્વીને સાઈન કરી હતી જોકે હજુ સુધી આ વાતની ઓફિશ્યલી જાહેરાત થઈ નથી આમ છતાં આ ફિલ્મમાં ખુબ વિલંબ થતા શ્રીદેવી ખુબજ નારાજ થઇ હતી
સ્વાભાવિક છે કે પુત્રીની પહેલી ફિલ્મ હોય એટલે માતા થોડી આતુર હોય હવે જોવાનું એ છે કે જ્હાન્વી કઈ ફિલ્મથી ડેબ્યુટ કરશે