સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી આ દુનિયાને અલવિદા કહી ચૂકી છે. તેની અંતિમ પળોમાં જ્યાં પતિ બોની કપૂર અને દીકરી ખુશી સાથે હતા, તો જાન્હવી કપૂરને આ તક ન મળી.જ્યારે સમગ્ર પરિવાર દુબઈમાં લગ્નમાં શામેલ થવા જઈ રહ્યો હતો ત્યારે જાન્હવીએ મુંબઈમાં જ રહેવાનો નિર્ણય કર્યો. હકીકતમાં જાન્હવી પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ની શૂટિંગમાં વ્યસ્ત હતી.
શ્રીદેવીના જવાનું દુઃખ તો જાન્હવીને હંમેશા રહેશે, સાથે જ તેને જીવનભર એ વાતનો પણ ગમ રહેશે કે તેની ડેબ્યૂ ફિલ્મ તેની માતા શ્રીદેવી ના જોઈ શકી. જણાવી દઈએ કે આ ફિલ્મ જુલાઈમાં રિલીઝ થવાની છે.શ્રીદેવીનું સ્વપ્ન હતુ કે તેની લાડકી ફિલ્મોમા કામ કરે. અભિનયનો ઉજાશ પાથરનાર શ્રીદેવી તેની પુત્રીઓને હંમેશા કહેતી કે કોઈપણ કામ કરો, સૌથી જરૂરી છે કે તમે જે પણ કરો છો તે સારી રીતે કરો. જેમકે હાર્ડ વર્ક કરો, 100%આપો, સખત મહેનતનું પરિણામ હંમેશા ફળદાયી મળે છે.
તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ફક્ત 4 વર્ષની ઉમરે શ્રીદેવીએ કામ શરૂ કર્યુ હતુ. શ્રીદેવીના અભિનયને સૌ કોઈ જાણે છે. સુપરસ્ટાર તરીકેનું અેક મહિલા હોવા છતા તેને બિરૂદ મળ્યુ હતુ જે સામાન્ય વાત ન હતી.