અેક ઘટના બની જેને માનવામાં બહુ જ સમય લાગ્યો જીહા, રવિવારની સવારે અેક દુખદ સમાચાર અાવ્યો કે દુબઈમાં કરોડો પ્રશંસકોના દીલ પર રાજ કરનાર શ્રીદેવી હવે અા ફાની દુનિયામાં નથી. બસ પછીતો કહેવું જ શુ કોઈકે સદમામા તો કોઇકે અફવા છે તેમ સમજી અા સમાચાર ખરેખર સાચા છે કે ખોટા તે જાણવા સોશિયલ મીડિયાનો સહારો લીધો.
શ્રીદેવીના નિધનના સમાચાર મળતા જ ગૂગલ પર શ્રીદેવીને પ્રશંસકોએ એટલી બધી સર્ચ કરી કે મૃત્ય પછી તે ગૂગલ ક્વીન બની ગઇ.બપોરે 12 વાગ્યા સુધીમાં 10 લાખ પ્રશંસકો શ્રીદેવીને ગૂગલ પર સર્ચ કરી ચૂક્યા હતા. ત્રણ વાગ્યા સુધી આ આંકડો 50 લાખ સુધી પહોંચ્યો હતો. અને સાંજ પડતા પડતા તો કરોડોની સંખ્યામાં શ્રીદેવી વિષે વધુને વધુ જાણવા માટે ઇચ્છુક હતા. ગૂગલ જ નહીં દરેક છાપા અને ટીવી ચેનલ કે પછી સોશિયલ મીડિયા જ લઇ લો તમામ જગ્યાએ શ્રીદેવીના નિધનના સમાચાર અને તેની યાદોની જ વાતો હતી. વોટ્સઅેપના તમામ ગ્રુપમાં પણ શ્રીની જ ચર્ચા હતી.
ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ગૂગલ પર શ્રીદેવી વિષે વધુ જાણવા ઇચ્છુક હતા. ઉલ્લેખનીય છે કે આજે શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઇમાં લોખંડવાલામાં આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે. અને જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.પ્રશંસકોની ભારે ભીડ તેમના અંતીમ દર્શન કરવા ઉમટી પડી છે.