બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના આકસ્મિક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત તેમના લાખો-કરોડો ચાહકોમાં શોકની લાગણી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેનું મૃત્યુ બાથટબમાં ડૂબવાના કારણે થયું છે. તેના બ્લડમાંથી દારૂના અંશ પણ મળ્યા છે. લાંબી તપાસ બાદ મંગળવારે રાત્રે શ્રીદેવીના શબને દુબઈથી મુંબઈ લવાયો હતો. શ્રીદેવી જે હોટલમાં મૃત્યુ થયુ, તે દુબઈની ફેમસ હોટલ હતી. આવો જાણીએ દુબઈની જે હોટલમાં શ્રીદેવી રોકાઈ તેનું એક રાતનું ભાડું અને ખાસિયતો વિશે.
મીડિયા રિપોર્ટસ મુજબ શ્રીદેવી દુબઈની જુમેરા અમિરેટ્સ ટાવર હોટલમાં રૂમ નંબર 2201માં રોકાઈ હતી. આ દુબઈની જાણીતી ફાઈવસ્ટાર હોટલ છે, જે 56 માળની છે. આ હોટલમાં Jumeirah ઈન્ટરનેશન ગ્રુપ દ્વારા ઓપરેટ થનારી 40 લક્ઝરી સુટ અને 400 રૂમ છે. તો રૂમ્સમાં ડિલક્સ રૂમ, પ્રીમિયમ ડીલક્સ રૂમ અને ક્લબ રૂમ જેવા ઓપ્શન છે. તેને જોડાયેલા 54માં માળ પર એમિરેટ્સ ઓફિસ ટાવર છે. આ ટાવર-હોટલ દુબઈમાં ટૂ સિસ્ટર નામથી પણ ઓળખાય છે. આ હોટલ દુબઈના ડાઉનટાઉનમાં સેન્ડી બીચ પાસે સ્થિત છે.
આ હોટલમાં માત્ર મહિલાઓ માટે ચોપર્ડ લેડીઝ રૂમ છે, જે અલગથી એક સાથે એક ફ્લોર પર છે. તેમાં સર્વિસ આપનારો સ્ટાફ પણ ફીમેલ છે. આ હોટલમાં રોકાનારા ગેસ્ટ્સ માટે વાઈલ્ડ વદી વોટરપાર્ક અને જુમેરાહ પ્રાઈવેટ બીજ સુધી અનલિમિટેડ મજા માણી શકે છે. અહીંયા ફિટનેસ ક્લાસ, જિમ અને જોગિંગ ટ્રેક્સની સાથે ડાઈવિંગ, સ્કીઈંગ અને લોન ટેનિસ રમવાનો આનંદ પણ માણી શકો છો. તો બાળકો માટે ક્રિબ્સથી લઈને બેબીસિટિંગ અને પ્લેરૂમ સુધીની સુવિધા છે.
આ દુનિયાની ત્રીજી સૌથી ઉંચી હોટલ બિલ્ડીંગ છે. તો દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગના લિસ્ટમાં તેનું સ્થાન 48માં ક્રમાંક પર આવે છે. 1996થી શરૂ થયેલા આ ટાવર હોટલનું કામ 15 એપ્રિલ 2000માં ખતમ થયું. 56 માળના આ ટાવરનો ફ્લોર એરિયા 10,20,000 સ્ક્વેર ફૂટનો છે. તેમાં 400 રૂમ્સ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.