બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લઇ જવામાં આવી રહ્યો છે. શ્રીદેવીના ઘરેથી તેનો પાર્થિવ દેહ ઘરની પાસે આવેલા સેલિબ્રેશન ક્લબમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.શ્રીદેવીના અંતિમ દર્શન સવારે 9:30 કલાકથી 12:30 વાગ્યા સુધી કરવામાં આવશે. શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવાર રાત્રે મુંબઇ પહોચ્યો હતો. મુંબઇ એરપોર્ટથી લઇ શ્રીદેવીના લોખંડવાલા સ્થિત ઘર સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રીદેવીના ફેન્સ પણ મોટી સંખ્યામાં તેના ઘરની બહાર જોવા મળ્યા હતા જેને લઇ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કાલ રાતથી જ શ્રીદેવીના ઘરે 4 પંડિત હાજર છે.
08.09: સેલિબ્રેશન ક્લબ પાસે પોલીસની હાજરી, સવારે 9:30 કલાકથી અહીં પાર્થિવ દેહના અંતિમ દર્શન કરાશે.
બુધવાર બપોરે 3:30 કલાકે અંતિમ સંસ્કાર
– શ્રીદેવીના પરિવાર તરફથી મંગળવારે જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ- આ ભાવુક ક્ષણમાં પરિવારનો સાથ આપવા માટે મીડિયાનો આભાર. શ્રીદેવીના અંતિમ સંસ્કાર 3:30 કલાકે વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. બપોરે 2 કલાકે અંતિમ યાત્રા કાઢવામાં આવશે’શ્રીદેવીના પરિવાર તરફથી મંગળવારે જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ- આ ભાવુક ક્ષણમાં પરિવારનો સાથ આપવા માટે મીડિયાનો આભાર. શ્રીદેવીના અંતિમ સંસ્કાર 3:30 કલાકે વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. બપોરે 2 કલાકે અંતિમ યાત્રા કાઢવામાં આવશે’