શ્રીદેવીના પાર્થિવ દેહને હવે મંગળવાર(27 ફેબ્રુઆરી)ના રોજ મોડી સાંજે મુંબઈ લાવવામાં આવે તેમ માનવામાં આવે છે. ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે શ્રીદેવીનું નિધન દારૂ નશામાં બેલેન્સ ગુમાવતા બાથટબમાં ડૂબવાને કારણે થયું છે. ત્યારબાદ પોલીસે પબ્લિક પ્રોસિક્યૂશનને આ કેસ આપી દીધો છે. તેમની પરમિશન બાદ જ પાર્થિવદેહ ભારત આવી શકશે. શ્રીદેવીનું નિધન શનિવારના રોજ મોડી રાત્રે દુબઈની હોટલમાં 11.30એ થયું હતું. દુબઈના અખબાર ગલ્ફ ન્યૂઝ પ્રમાણે, બોની કપૂરનું દુબઈ પોલીસે સ્ટેટમેન્ટ લીધું હતું. સ્ટેટમેન્ટ લીધા બાદ બોની કપૂર હોટલમાં ગયો હતો. દારૂના નશામાં બેલેન્સ ગુમાવતાં બાથટબમાં થયું શ્રીનું મોત- રિપોર્ટ દુબઈમાં વિદેશી નાગરિકોના કુદરતી નિધન પર પણ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવામાં એકાદ-બે દિવસ લાગે છે. શ્રીદેવીના ફોરેન્સિક રિપોર્ટમાં નિધનનું કારણ આકસ્મિક ડૂબવું એ લખવામાં આવ્યું છે. દુબઈના કાયદા મુજબ, આવી પરસ્થિતિમાં દુબઈ પોલીસ આગળની કાર્યવાહી માટે કેસને પબ્લિક પ્રોસિક્યૂશનને સોંપી દેવામાં આવે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.