બોલિવૂડની સ્વર્ગીય એક્ટ્રેસ શ્રીદેવીના દુનિયાભરમાં કરોડો ફેન્સ છે. જ્યારે તેનું નિધનની ખબર આવી તો કોઈને પણ વિશ્વાસ નહોતો થયો. દેશભરના ઘણા ફેન્સ તેને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા. પરંતુ મઘ્ય પ્રદેશમાં શ્રીદેવીનો એક ફેન છે, જેના પર આ ઘટનાની ઊંડી અસર થઈ છે.
હકીકતમાં મધ્ય પ્રદેશના શ્યોપુરમાં રહેનારા ઓમપ્રકાશ મેહરા મનથી શ્રીદેવીને પત્ની માની ચૂક્યા છે. હવે તેમના નિધનથી આઘાતમાં આવેલા મેહરાએ રવિવારે દદુનિ ગ્રામના સ્કૂલમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું. અહીંયા તેણે પોતાનું માથું મુંડાવીને શ્રીદેવી તસવીર પર ફૂલ અને માળા અર્પિત કરી હતી. આ દરમિયાન ગામના ઘણા લોકો આ સભામાં શામેલ થયા હતા.
કહેવાય છે કે ઓમપ્રકાશે 3 હજારથી વધારે પત્રો શ્રીદેવીને મોકલી ચૂક્યા છે, પરંતુ તે ક્યારેય પણ તેને મળી ન શક્યો. જ્યારે તે સ્કૂલમાં ભણતો હતો ત્યારે પહેલીવાર શ્રીદેવીની ફિલ્મ જોઈ હતી અને તેનો ફેન બની ગયો હતો. આ પછી તે સતત શ્રીદેવીને પત્ર લખતો રહ્યો અને મળવાની ઈચ્છા વ્યક્ત કરતો રહ્યો. એકવાર શ્રીદેવીએ તેને મુંબઈ બોલાવ્યો હતો પરંતુ કોઈ કારણથી તે જઈ શક્યો નહી.
તો શ્રીદેવીના નિધનની જાણકારી મળતા જ ઓમપ્રકાશે ખાવા-પીવાનું પણ છોડી દીધું. ઓમપ્રકાશે શ્રીદેવી સાથે જ લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું, તેના જ કારણે આજ સુધી તેને લગ્ન નથી કર્યા. રિપોર્ટ્સ મુજબ, ”ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, મારો મિત્ર ઓમપ્રકાશ, શ્રીદેવીને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે શ્રીદેવીને પોતાની પત્ની માની લીધી હતી. તે કહે છે તે સાત જન્મો સુધી શ્રીદેવી સાથે લગ્નની રાહ જોશે. ઓમપ્રકાશે પોતાની માતાના શ્રાદ્ધ પર મુંડન નહોતું કરાવ્યું પરંતુ શ્રીદેવીના નિધન પર મુંડન કરાવ્યું છે.”ત, જીઇબી ખાતાની બેદરકારીએ નિર્દોષ કારીગરોનો લીધો ભોગ જુઓ વીડિયો