Stree 2: વર્લ્ડવાઈડ કલેક્શનમાં ‘ફાઈટર’ને પછાડીને 2024ની સૌથી વધુ કમાણી કરનાર બૉલીવુડ ફિલ્મ બની.’સ્ટ્રી 2’નું 6 દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન જાહેર કરવામાં આવ્યું છે.
Stree 2 માં સરકટેના આતંકથી બોક્સ ઓફિસ હચમચી ગઈ છે. આવું અમે નથી કહી રહ્યા, ફિલ્મનું કલેક્શન એવું કહી રહ્યું છે. ‘સ્ત્રી 2’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે અને તેની રિલીઝ પછી, દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી રહ્યા છે. આવી સ્થિતિમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ દરરોજ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે અને નવા રેકોર્ડ બનાવી રહી છે. હવે ‘સ્ત્રી 2’ એ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
હોરર-કોમેડી ફિલ્મ ‘Stree 2 નું 6 દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મે પાંચ દિવસમાં 328 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, છઠ્ઠા દિવસે ફિલ્મે વિશ્વભરમાં 32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મે વિશ્વભરમાં કુલ 360 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
View this post on Instagram
Beating ‘Fighter’ 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે
360 કરોડના વિશ્વવ્યાપી કલેક્શન સાથે, ‘સ્ત્રી 2’ એ hartik roshan ની ‘ફાઇટર’ને માત આપી છે. ‘ફાઇટર’ 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે 55 દિવસમાં વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 359 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ‘સ્ત્રી 2’એ માત્ર 6 દિવસમાં આ આંકડો પાર કર્યો છે. આ સાથે ‘સ્ત્રી 2’ એ હવે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મનો રેકોર્ડ બનાવી લીધો છે.
Stree 2 ની સક્સેસ પાર્ટીમાં Shraddha – tamanna નો ડાન્સ
‘સ્ત્રી 2’ની સ્ટાર કાસ્ટે ફિલ્મની સક્સેસ પાર્ટીનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન Shraddha Kapoor અને tamanna bhatia ફિલ્મના ગીત ‘આજ કી રાત’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેમના ડાન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.