મુંબઈ : વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ બોક્સ ઓફિસ પર થોડી ધીમી પડી છે. જોકે, આ ફિલ્મ 50 કરોડની ક્લબમાં પ્રવેશી છે. તરણ આદર્શે ફિલ્મની કમાણીના નવીનતમ આંકડા શેર કર્યા છે.
અત્યાર સુધીમાં ફિલ્મનું કુલ કલેક્શન કેટલું છે?
તરણ આદર્શે ટ્વિટ કરીને લખ્યું છે- સ્ટ્રીટ ડાન્સર 3 ડીએ કમાણીમાં થોડો ઘટાડો નોંધાવ્યો છે. શુક્રવારે ફિલ્મે 10.26 કરોડ, શનિવારે 13.21 કરોડ, રવિવારે 17.76 કરોડ, સોમવારે 4.65 કરોડ, મંગળવારે 3.388 કરોડ, બુધવારે 3.58 કરોડ એકત્રિત કર્યા છે. ફિલ્મનો અત્યાર સુધીનો કુલ બિઝનેસ 53.34 કરોડ રૂપિયા છે. વરૂણની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ની 50 કરોડની ક્લબમાં એન્ટ્રી, આટલી કરી કુલ કમાણી