મુંબઈ : લોકો લાંબા સમયથી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ની આતુરતાથી રાહ જોતા હતા. વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સ્ટારર હવે આ ડાન્સ બેઝ્ડ ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખુશ ખુશખબર જાહેર કરી છે. ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
બુધવારે ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારના જન્મદિવસ પર ચાહકોને ખાસ ગિફ્ટ આપવામાં આવી છે. આ પ્રસંગે વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરે ભૂષણ કુમારને જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા અને ફિલ્મનું ટ્રેલર ક્યારે બહાર આવશે તે પણ જણાવ્યું હતું. તે જાણવા માટે આ વિડીયો જુઓ…