લાખો લોકોને પોતાના દીવાના બનાવનાર સપના ચૌધરી ઉત્તર ભારતનાં ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે-સાથે આ પ્રોફેશનમાં આવનાર સપના આજે કરોડોની માલકિન છે. તેણે રિયાલિટી શો બિગ બોસની 11 મી સિઝનમાં ભાગ લીધો હતો. શો દરમિયાન સપનાએ બિંદાસ નેચરથી લોકોનાં દિલ જીત્યાં હતાં. અત્યારે સપનાની પોપ્યુલારિટી એક સ્ટાર કરતાં ઓછી નથી.
વર્ષ 2008માં જ્યારે તેના પિતાનું નિધન થયું ત્યારે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. ઘરવાળાની મદદ માટે સપના સિંગિંગ અને ડાન્સિગ કરવા લાગી. ઘરની જવાબદારીઓ નિભાવવા સપનાએ બાળપણથી જ પોતાના શોખ બાજુએ મૂકી કમાવાનું શરૂ કરી દીધું. તેનો ઘણી જગ્યાએ વિરોધ પણ થયો, છતાં અત્યારે તેણે એ તો સાબિત કરી જ દીધું કે, તે છોકરા કરતાં જરા પણ ઉતરતી નથી.
એક સમયે માત્ર 3100 રૂપિયા કમાનારી સપના આજે કરોડોની સંપત્તિની માલકિન છે. તે અત્યારે લગ્ઝરી લાઇફ જીવે છે. પોતાની મહેનતના બળે બેશુમાર દૌલત કમાઈ છે. તે દિલ્હીના નજફગઢમાં કરોડો રૂપિયાના બંગલામાં રહે છે. તેની પાસે ઑડી અને ફૉર્ચ્યુનર જેવી શાનદાર ગાડીઓ છે. તેની સેક્યોરિટી કોઇ સ્ટાર કરતાં પણ વધારે છે.
સપનાએ આ સિવાય તેના સલવાર સૂટ લુક માટે પણ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, સલવાર સૂટમાં ડાન્સ કરવામાં તે પોતાને સહજ અનુભવે છે. તેને બેકલેસ પહેરી સ્ટેજશો કરવા યોગ્ય નથી લાગતા. તેના શો જોવા લોકો પરિવાર સહિત આવે છે. એટલે તેને સલવાર સૂટ પહેરી ડાન્સ કરવો જ ઠીક લાગે છે.