મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા શેર કરે છે. સુહાના ફરી એકવાર તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે ચર્ચામાં છે. ખરેખર, સુહાના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બે તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે ખૂબ જ આકર્ષક અને સુંદર દેખાઈ રહી છે.
સુહાના આ બંને તસવીરોમાં બ્લેક કલરના સ્લીવલેસ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે તેના ગળામાં પેન્ડન્ટ પહેર્યું છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. આ સાથે જ આઉટફિટમાં ઉપરની ચેન ખુલ્લી છે, જેના કારણે તેમની લાઇટ ક્લેવેજ પણ દેખાય છે. આ તસવીર શેર કરીને તેણે પોતાની ઉંમર વધવા તરફ ધ્યાન દોર્યું છે. તેણે આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, “મને લાગી રહ્યું છે કે મોટી થઇ ગઈ છું … ખરું ને ?”
અમિતાભના દોહિત્ર અગસ્ત્ય નંદાએ ટિપ્પણી કરી
સુહાનાના આ ફોટો પર તેના ચાહકો અને ફોલોઅર્સ ટિપ્પણી કરી રહ્યા છે. સુહાનાની આ તસવીર પર ભાવના પાંડે અને મહીપ કપૂરે પણ ટિપ્પણી કરી છે. એટલું જ નહીં, અમિતાભ બચ્ચનના દોહિત્ર (પુત્રીનો પુત્ર) અગસ્ત્ય નંદાએ પણ સુહાનાની આ પોસ્ટ પર ‘અનફોલોઇંગ’ કમેન્ટ કરી હતી. સુહાના ખાનની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા અગસ્ત્ય નંદાએ લખ્યું, “તમે ખૂબ રમુજી અને અસલી છો.” હકીકતમાં, થોડા દિવસો પહેલા સુહાનાએ પણ અગસ્ત્યની પોસ્ટ પર ‘અનફોલોઇંગ’ કમેન્ટ કરી હતી.