મુંબઈ : સુહાના ખાન (શાહરૂખ ખાનની પુત્રી) ની પહેલી ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ શોર્ટ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન ન્યૂયોર્કમાં ફિલ્મનો અભ્યાસ કરી રહી છે. સ્ટાર કિડ વિશે અફવા છે કે તે ટૂંક સમયમાં બોલીવુડમાં પ્રવેશ કરશે. પરંતુ બોલિવૂડમાં પ્રવેશતા પહેલા તે તેની અભિનય કારકીર્દિની શરૂઆત વિદેશી શોર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ થી કરી રહી છે. જુઓ ટીઝર …
આ ટીઝરને ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં ડિરેક્ટર થિયોડોર ગિમેનોએ લખ્યું છે, “ડિયર ઓલ- અહીં હું મારી આગામી શોર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુના કેટલાક દ્રશ્યો પહેલીવાર રજૂ કરી રહ્યો છું. ફિલ્મ મૂળભૂત રીતે પૂર્ણ છે પણ હું રિલીઝ ડેટ હજુ ફાઇનલ નથી, તેથી તેના માટે તૈયાર રહો. આ પાછલા વર્ષના તમારા સતત સમર્થન માટે હું તમારા બધાનો આભાર માનું છું, આ ખરેખર પ્લેઝન્ટ છે. ત્યાં સુધી, મને આશા છે કે તમે આ નાનકડું ટીઝર માણશો! “